Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે તંત્ર નિશ્ચિન્ત, મહત્તમ છૂટછાટ આપતું જાહેરનામું બહાર પાડ્યું

ભરૂચ : કોરોનાના કહેર વચ્ચે તંત્ર નિશ્ચિન્ત, મહત્તમ છૂટછાટ આપતું જાહેરનામું બહાર પાડ્યું
X

તા.1 જાન્યુઆરી થી 7 મી જાન્યુઆરી સુધી અમલમાં તમામ દુકાનો , વાણિજ્યક સંસ્થાઓ લારી - ગલ્લાઓ શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન,બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ ચાલુ રાખી શકાશે.

સિનેમા હોલ ૧૦૦ % બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે ..

જીમ ૭૫ % ક્ષમતા સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાની શરતે ..

જાહેર બાગ - બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ખુલ્લા .

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે .

લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત ...

અંતિમક્રિયા / દફનવિધી માટે મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મંજુરી.....

તમામ પ્રકારના રાજકીય , સામાજીક શૈક્ષણિક , સાંસ્કૃતિક , ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં S.O.P. ને આધિન , ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ.બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના ૫૦ % અને મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદા..કોચીંગ સેન્ટરો / ટ્યુશન કલાસીસ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ % વિદ્યાર્થીઓ. સાથે બેચ વાઇઝ વાંચનાલયો ૭૫ % ક્ષમતા સાથે ખુલ્લા રહશે.. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન. એ.સી. બસ સેવાઓ ૧૦૦ % ક્ષમતા સાથે જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે . .

Next Story