ભરૂચ: તંત્રનો નવતર અભિગમ,વેક્સિન મુકાવો અને 1 લિટર તેલ વિનામૂલ્યે મેળવો

ભરૂચ નગર સેવા સદન દ્વારા આવતીકાલે મેગા વેકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

New Update

Advertisment W3.CSS

દેશ વિદેશમાં કોરોનાના નવા વેરીયન્ટના કારણે ભાઇનો માહોલ છે ત્યારે કોરોના સામે લડવા એકમાત્ર હથિયાર વેક્સિન છે. 100 ટકા રસીકરણ માટે સરકાર દ્વારા પ્રયતનો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચ નગર સેવા સદન દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. આવતીકાલે ભરૂચ નગર સેવા સદન દ્વારા મેગા વિકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેમાં 30 વેક્સિનેશન સેન્ટર પર સવારે 8થી રાત્રિના 8 કલાક સુધી વેક્સિન મૂકી આપવામાં આવશે. ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં 16 હજાર લોકોને વેક્સિનનો બીજો ડોઝ મૂકવાનો બાકી છે ત્યારે નગર પાલિકા અને એન.જી.ઓ.દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા વધુ એક પગલુ ઉઠાવવામાં આવ્યું છે. વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લરવામાં આવ્યો છે. આ તરફ ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા વધુમાં વધુ લોકો આ વેકસીનેશન કેમ્પનો લાભ લે એવી અપીલ કરવામાં આવી છે