Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના તલોદરા ગામેથી દીપડી પાંજરે પુરાય, ગ્રામજનોમાં રાહત...

ભરૂચ : ઝઘડીયાના તલોદરા ગામેથી દીપડી પાંજરે પુરાય, ગ્રામજનોમાં રાહત...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તલોદરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં દેખાતા દીપડાને ગ્રામ પંચાયતની રજૂઆત બાદ વન વિભાગે પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકમાં દિવસેને દિવસે જાહેરમાં દીપડાઓ દેખાવાની ઘટનાઓ વધવા પામી છે. ઝઘડીયા પંથકના નર્મદા કિનારા વિસ્તાર તથા ઉપરવાસના વિસ્તારમાં શેરડીના ખેતરોમાં આશરો લઈ સિકારની શોધમાં રહેતા દીપડાઓ માનવ વસ્તી સુધી પહોચી જતા હોય છે, ત્યારે 10 દિવસ પહેલા ઝઘડીયાથી વાલિયાના રોડ પર આવેલ તલોદરા ગામ પાસે મુખ્ય રોડ નજીકના ફાર્મ હાઉસની આજુબાજુમાં દીપડાએ દેખા દીધી હતી.

ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયતે ઝઘડીયા વન વિભાગને લેખિતમાં દીપડો પકડવા માટે પાંજરું ગોઠવવાની રજૂઆત કરી હતી. તલોદરા ગ્રામ પંચાયતની રજૂઆત બાદ એક અઠવાડિયા પહેલા વન વિભાગ દ્વારા મારણ મુકી પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ગતરાત્રીએ દીપડો પાંજરામાં પુરાયો હતો.

જેને ઝઘડીયા વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ દિપડો આશરે સવા વર્ષની ઉંમરનો અને દીપડી હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Next Story