Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કાલુ હાકમની વાગતી હતી "હાક", ત્રણ પેઢીથી સુતે છે પતંગની દોરી

ઉત્તરાયણ હોય કે દશેરા તેમના બાવડી ખાતે આવેલા ઘરની બહાર પતંગની દોરી સુતાવવા માટે આવતાં લોકોની ભીડ રહેતી હતી.

X

ભરૂચમાં રહેતા લોકોએ કાલુ હાકમનું નામ તો સાંભળ્યું જ હશે. ઉત્તરાયણ હોય કે દશેરા તેમના બાવડી ખાતે આવેલા ઘરની બહાર પતંગની દોરી સુતાવવા માટે આવતાં લોકોની ભીડ રહેતી હતી. કાલુ હાકમ તો હયાત નથી પણ તેમનો પરિવાર આ વ્યવસાયને આગળ ધપાવી રહયો છે..

ભરૂચની ખારીસિંગ અને સુજની તો જગવિખ્યાત છે પણ ભરૂચ જિલ્લાના પતંગ રસિકોમાં કાલુ હાકમનું નામ પણ જાણીતું છે. ફાટા તળાવ પાસેના બાવડી વિસ્તારમાં કાલુ હાકમનો પરિવાર આજે પણ દોરી સુતવામાં અવલ્લ છે. કાલુ હાકમ તો હયાત નથી પણ તેમનો પરિવાર વ્યવસાયને આગળ ધપાવી રહયાં છે. પહેલાના જમાનામાં ચામડીયા ચરસ અને કાચથી દોરી સુતવામાં આવતી હતી પણ ધીમે ધીમે દોરી સુતવા માટે ફેવિકોલ તથા અન્ય વસ્તુઓનો ઉપયોગ થવા લાગ્યો છે પણ હાકમ પરિવાર પરંપરાગત રીતે જ દોરી સુતે છે અને તેથી જ તેમની દોરી જાણીતી છે.

કોરોના ફરીથી માથુ ઉંચકી રહયો છે પણ ભરૂચવાસીઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા સજજ બન્યાં છે. બાવડી ખાતે આકમથી શરૂ થયેલી દોરી સુતવાની સફર કાલુ જન્નાટ અને ગુલામ હુસેને જીવંત રાખી છે. જમાનો ભલે બદલાયો હોય પણ દોરી બજારમાં કાલુ હાકમની હાક હજી પણ યથાવત જોવા મળી રહી છે.

Next Story