Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂર અસરગ્રસ્તો માટે યુનાઈટેડ મુસ્લીમ એસો.-સીટીકેર હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

X

ધી યુનાઈટેડ મુસ્લીમ એસોશીએશન-ભરૂચ અને સીટીકેર હોસ્પિટલના સહયોગથી પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના આબાંખાડી વિસ્તારમાં આવેલ મદરેસાના હોલમાં ધી યુનાઈટેડ મુસ્લીમ એસોશીએશન-ભરૂચ અને સીટીકેર હોસ્પિટલના સહયોગથી પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ડાયમંડ મેડીકલ સ્ટોર દ્વારા દવા અને રોટરી ક્લબ દ્વારા નાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હમેશાની જેમ ધી યુનાઈટેડ મુસ્લીમ એસોશીએશન દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વગર સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે પૂર અસરગ્રસ્ત લોકોના આરોગ્યની સારસંભાળ હેતુ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈકબાલ હવાલદાર, ઈમ્તીયાજ પઠાણ, જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સલીમ લાકડાવાલા, ઈરફાન કાજી, શાહીદ શેખ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી હતા.

Next Story