ભરૂચ: નારાયણ વિદ્યાલય સ્કૂલની લાઈબ્રેરીમાં ખાતે મેઘાણી કોર્નરની શરૂઆત કરવામાં આવી

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિના ભાગરૂપે ભરુચની નારાયણ વિદ્યાવિહાર શાળાની લાઈબ્રેરીમાં મેઘાણી કોર્નરની શરૂઆત

New Update

ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિના ભાગરૂપે ભરુચની નારાયણ વિદ્યાવિહાર શાળાની લાઈબ્રેરીમાં મેઘાણી કોર્નરની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો રાખવામા આવ્યા છે જે વિદ્યાર્થીઓ વાંચી શકશે.ઝવેરચંદ મેઘાણી એ ફક્ત ૫૦ વર્ષના ટૂંકા આયુષ્યમાં ઉદાહરણીય કર્મશીલ જીવન જીવી બતાવીને જે મબલખ અને અમુલ્ય સાહિત્યનું સર્જન કર્યું એ એક અજાયબી પમાડે એવો ઇતિહાસ છે.ઝવેરચંદ મેઘાણી એક લોકપ્રિય કવિ હોવા ઉપરાંત,સારા પત્રકાર,વાર્તાકાર,નવલકથાકાર સવંત્રતાસેનાની,લોક સાહિત્યકાર વગેરે અનેક ક્ષેત્રોમાં એમણે એમની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં હતાં.

તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના જન્મ જયંતિ વર્ષની ઉજવણી અંતર્ગત નવી પેઢી ને સાહિત્ય, લોક સાહિત્ય ,સંસ્કૃતિની મહામૂલી વિરાસત આપનાર ઝવેરચંદ મેઘાણી ના જીવન ચરિત્ર અને 20 વર્ષના ટૂંકા ગાળા માં 100 થી વધુ પુસ્તકો અને કાવ્ય સંગ્રહના ની રચનાઓ માટે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલના લાઇબ્રેરી માં મેઘાણી કોર્નર નો ઉદ્ઘાટન ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર પિનાકીન મેઘાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નારાયણ વિદ્યા વિહાર ના આચાર્ય મહેશ ઠાકર , જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા  

Latest Stories