Connect Gujarat
ભરૂચ

ભરૂચ:આમોદના સરભાણ ગામે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ પ્રધાનના હસ્તે લોકાર્પણ

આમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

X

આમોદ તાલુકાના સરભાણ ખાતે SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આમોદ તાલુકાની શ્રેષ્ઠ સહકારી સંસ્થા ધી સરભાણ કો-ઓ ક્રેડીટ સોસાયટી દ્વારા નિર્માણ પામેલ ભારત સરકાર તથા ગુજરાત સરકારની સહાયથી SMSP યોજના અન્વયે સીડ પ્રોડક્શન અને પ્રોસેસીંગ કમ સ્ટોરેજ ગોડાઉન યુનીટનું લોકાર્પણ આજ રોજ સરભાણ સહકારી જીન ખાતે કૃષિ,પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાહિયેર ગુરૂકુળના ડી.કે.સ્વામીએ પૂર્વમંત્રી છત્રસિંહ મોરી,ધારાસભ્ય સંજય સોલંકી,એ.પી.એમ.સી.આમોદના ચેરમેન સુરેશભાઈ ડી.પટેલ, ખેતી નિયામક એસ.જે.સોલંકી તેમજ સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આઝાદી પહેલાં સ્થપાયેલી આ મંડળી રાજ્યની સૌથી જુની મંડળી હોવાનું જણાવી મંડળીના ડીરેક્ટરો તથા સભાસદોને શુભેચ્છા પાઠવી હતી.તેમણે આ વિસ્તારની વિજળીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી.

Next Story