Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે IPLની સિઝન-3નો MLA ઈશ્વરસિંહ પટેલે કરાવ્યો પ્રારંભ

ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે

X

ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે જેમાં ગામના જ યુવાનોની 10 ટીમો ભાગ લઈ રહી છે.

ભરૂચના છેવાડાના ઇલાવ ગામમાં IPL શરૂ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે પણ આ IPL એટલે ઇન્ડિયન પ્રીમીયર લીગ નહીં પરંતુ ઇલાવ પ્રીમીયર લીગ. ગામના યુવાનો મોબાઈલની દુનિયામાંથી બહાર આવે અને પી.એમ.નરેન્દ્ર મોદીનું ફિટ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આજરોજ ઇલાવ પ્રીમીયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ,કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,ગામના આગેવાનો તેમજ યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગામના જ યુવાનોની 10 ટિમ ભાગ લઈ રહી છે.IPLની જેમ જ ગામના જ આગેવાનો દ્વારા 10 ટીમોને સ્પોન્સર્સ કરવામાં આવી છે.10 ઓવરની મેચમાં પ્રથમ લીગ મેચ અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતું કે આજના યુવાનોમાં ખેલ ભાવના જાગૃત થાય એ માટે પી.એમ.નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયે તેઓએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કારણે અનેક ખેલાડીઓ ગુજરાતે દેશને આપ્યા છે ત્યારે ગામોમાં થતાં આ પ્રકારના આયોજન બદલ તેઓએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story