ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ

વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે.

ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ
New Update

ભરૂચના વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પણ લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે.ઊંટના મોતની ઘટના સામે આવ્યા બાદ જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા હતા જેના પૃથ્થકરણના અહેવાલ સામે આવ્યા બાદ ઓએનજીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઓએનજીસીની ક્રૂડની લાઇન લીકેજ થવાથી પાણી એકત્રિત થયું હતું જે પાણી ઊંટે પીધું હતું.ONGC એ આદેશ મળતા તાત્કાલિક ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે ટેક્નિકલ ટીમ રવાના કરી લીકેજ બંધ કરાવી ઓઈલનો વૈજ્ઞાનિકરીતે નિકાલ કરવાની પ્રક્રયા શરૂ કરી છે. આખા મામલાને લઈ ONGC તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #died #ONGC ઓવરબ્રિજ #Vagra #fined #drinking #Chemical Water #25 camels #Rs 50 lakh
Here are a few more articles:
Read the Next Article