Connect Gujarat
ભરૂચ

ભરૂચ : "નીરજ" નામધારીઓની લોટરી લાગી, જુઓ મફત પેટ્રોલ બાદ હવે શું કરાવી શકશો વિના મૂલ્યે

ઓલોમ્પીકમાં નીરજ ચોપડાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ, નીરજ નામધારીઓની લાગી લોટરી.

X

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયાં છે ત્યારે નીરજ નામવાળાઓની લોટરી નીકળી છે. ભરૂચમાં નીરજ નામધારીઓને એક પેટ્રોલ પંપના માલિકે 500 રૂપિયાના મફત પેટ્રોલની જાહેરાત કરી હતી તો અંકલેશ્વરમાં નીરજ નામ ધરાવતા વ્યક્તિને વિનામુલ્યે હેર કટિંગ કરવી આપવામાં આવે છે.

ભારતની એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ૧૨૧ વર્ષની પ્રતિક્ષા દુર થઈ છે. ભાલા ફેંકમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એથ્લેટિક્સ કોઈપણ ઓલિમ્પિકનું મુખ્ય આકર્ષણ છે.પરંતુ આજદિન સુધી કોઇપણ ભારતીય આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો નથી.જે કિતીઁમાન નીરજ ચોપડાએ હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ગૌરવની લાગણી જોવા મળી છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ એસ.પી પેટ્રોલપંપના માલીક ઐયુબ પઠાણે પણ નીરજને સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે પોતાના પેટ્રોલપંપ ઉપર સોમવારના સાંજના પાંચ વાગ્યા સુધી નીરજ નામના કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ભરાવા આવે તો તેને રૂ.૫૦૧નું પેટ્રોલ મફતમાં ભરી આપવાની જાહેરાત કરવામાં આવતા નીરજ નામધારી વ્યક્તિઓ ઓળખપત્ર લઈ પેટ્રોલપંપ પર પહોંચ્યા હતા અને મફતમાં પેટ્રોલ મેળવ્યું હતું.

નેત્રંગના પેટ્રોલપંપ સંચાલકની મફત પેટ્રોલની જાહેરાત બાદ અંકલેશ્વરમાં પણ સલૂનના સંચાલકે ઓફર મૂકી છે જેમાં નીરજ નામ ધરાવતા વ્યક્તિને વિનામૂલ્યે હેર કટિંગ કરી આપવામાં આવે છે. લાલુ કુંડે નામના વ્યક્તિનું અંકલેશ્વર જીઆઈડીસીના 500 ક્વાટર વિસ્તારમાં હેર સલૂન આવેલું છે. નીરજ નામના વ્યક્તિને વિના મૂલ્યે હાર કટિંગની ઓફર અંગે તેઓએ જણાવ્યુ હતું કે ભારતમાં ક્રિકેટ સિવાય પણ ઘણી રમતો છે જેને પ્રોત્સાહન મળવું જોઈએ. નીરજ ચોપડાએ દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગૌરવ વધાર્યું છે આથી પ્રોત્સાહનના ભાગરૂપે આ ઓફર આપવામાં આવી છે. ઓફર અંગેની જાણ થતા જ નીરજ નામના વ્યક્તિઓ હેર કટિંગ કરાવવા પહોંચી રહ્યા છે.

Next Story