/connect-gujarat/media/post_banners/27ee750df884619a669a7010d68c5bef7b62f733a0d74a55f1c4e3defd77ba1c.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું આજરોજ પ્રસારણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વાત કરવામાં આવી હતી.મન કી બાત કાર્યક્રમનો આજે 100મો કાર્યક્રમ રીલીઝ થયો હતો ત્યારે ભરૂચમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ દ્વારા પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ પર આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ પોલીસના તમામ અધિકારીઓ અને કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો અને પ્રેરણા મેળવી હતી