Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી...

સિવિલ હોસ્પિટલ અને ભોલાવ વિસ્તાર ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી હતી.

ભરૂચ : ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી...
X

ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ભોલાવ વિસ્તાર ધનવંતરી આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા ધનવંતરી આરોગ્ય રથના કર્મચારીઓએ કેક કાપી ઉજવણી કરી હતી.

ભરૂચ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથને 1 વર્ષ પૂર્ણ થતા બન્ને ધનવંતરી આરોગ્ય રથના સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન, ચેતન જાદવ, 108ના સુપરવાઇઝર સંદીપ પરમાર સાથે રહી કેક કાપીને ઉજવણી કરી હતી. બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિ:શુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરી તમામ લાભાર્થીઓને લાભોની વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી બન્ને આરોગ્ય રથ મળીને છેલ્લા 1 વર્ષમાં 45,000 જેવી OPD કરવામાં આવી છે. આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે. આ તમામ કાર્યોમાં મેડિકલ ઓફિસરથી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફનું પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહ્યું છે.

Next Story