Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિજયાદશમીના પાવન અવસરે પોલીસ વિભાગે કર્યું શસ્ત્રોનું પૂજન, જિલ્લા પોલીસવડાએ પાઠવી શુભેચ્છા...

આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું,

X

આજરોજ વિજયાદશમીના પાવન અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ઠેર ઠેર શસ્ત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસવાડા ડો. લીના પાટીલે શસ્ત્ર પૂજન કરી જિલ્લાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે. પ્રાચીન કાળથી રાજાઓ અને સમ્રાટો દ્વારા થતી શસ્ત્ર પૂજા કરવાની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે, ત્યારે ભરૂચ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા વિવિધ શસ્ત્ર સહિત પોલીસ કાફલામાં સામેલ અસ્વ અને શ્વાનની પણ પૂજા કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજન વિધિ દરમ્યાન જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ, હેડક્વાર્ટર ડીવાયએસપી જે.એસ નાયક સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને વિજયાદશમી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જનતા પોલીસને સહયોગ આપે તેવી વિનંતી કરી હતી.

તો બીજી તરફ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ પોલીસ મથક ખાતે પણ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આજે વિજયાદશમી નિમિત્તે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અંકલેશ્વર શહેર, તાલુકા અને વાલિયા પોલીસ મથકે વિજયાદશમી નિમત્તે પોલીસ પરિવારા દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PI બી.એમ.ચૌધરી, PSI એ.એસ.પાટીલ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ, ભરૂચ જિલ્લાના જંબુસર નગર ખાતે પણ વિજયાદશમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર પોલીસ મથક ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર પોલીસ મથકના PI વી.એન.રબારી, PSI એન.એન.નિનામા સહિત ઉપસ્થિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ શસ્ત્ર પૂજનનો લ્હાવો લીધો હતો.

Next Story