Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પારસીવાડના રહીશે કર્યો વરસાદી પાણીનો સંગ્રહ, પાણીના પોકાર વચ્ચે "ભૂગર્ભ ટાંકા" આશીર્વાદરૂપ

પારસીવાડના રહીશોએ મકાનમાં બનાવ્યા ભૂગર્ભ ટાંકા, વરસાદી પાણીનો કરેલો સંગ્રહ વર્ષ દરમ્યાન વરસાદી પાણી આર્શીવાદરૂપ

X

ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી. જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. પરંતુ ભરૂચના આવા જ એક પારસીવાડ વિસ્તારના વર્ષો જુના મકાનોમાં ભૂગર્ભજળના ટાંકાઓ આર્શીવાદરૂપ બની ગયા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાંથી પીવાના પાણીની બૂમો ઉથીઓ છે. તેવામાં ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલા કાજમબાર ફળિયું તથા આસપાસનો વિસ્તાર ઊંચાઈ ઉપર હોવાના કારણે ભરૂચ નગરપાલિકાનું પાણી વિસ્તારના રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં આવેલા વર્ષો જૂના ભૂગર્ભજળ ટાંકાઓ આર્શીવાદરૂપ બની ગયા છે. ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનો સંગ્રહ પોતાના મકાનમાં જ 25થી 30 ફૂટ ઊંડા ભુગર્ભ ટાંકાઓ બનાવી તેમાં સંગ્રહ કરવામાં આવે છે. જેમાં શિયાળો, ઉનાળો આમ 8 મહિના સુધી આજ પાણીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરવામાં આવે છે.

પારસીવાડના કાજમબાર વિસ્તારમાં એક પરિવારના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે એક મોટો ટાંકો જમીનમાં બનાવવામાં આવ્યો છે, જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે પોતાના મકાનની છત ઉપર વરસતું વરસાદનું પાણી સીધેસીધું ટાંકામાં વહી જાય છે. આ પાણી ચોમાસાના 4 મહિના સુધી સંગ્રહ કરવામાં આવે છે, અને ચોમાસાની ઋતુ બાદ 8 મહિના સુધી પોતાના ઘરમાં સંગ્રહ કરેલું વરસાદી પાણી પીવા તથા રસોઈ બનાવવા સહિત ઘર વપરાશ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિસ્તારમાં વર્ષો જૂના મકાન નીચે જમીનમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે વિશાળ ટાંકા બનાવવામાં આવ્યા છે. જોકે, 100 વર્ષ જૂના મકાનમાં રહેલા ટાંકાનું પાણી આર્શીવાદરૂપ બની ગયું હોવાનું રહીશ સૈફુદ્દીન જરીવાલાએ જણાવ્યું હતું.

Next Story