ભરૂચ: PM નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં જંગી જનસભા સંબોધી,વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર

ભરૂચના નેત્રંગ ખાતે ચાર વિધાનસભા બેઠકનું ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું

New Update

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી,ડેડીયાપાડા, ઝઘડિયા અને નાંદોદ બેઠકનું આ સંમેલન યોજાયું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા,પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પી.એમ.નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.પી.એમ.નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ અભિનંદન ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે જેનું ઉદાહરણ આ સંકલ્પપત્ર છે.તેઓએ કહ્યું હતું કે હું ભલે દિલ્હી હોવ પરંતુ મારા હૈયે તમે જ છો.આ ઉપરાંત કોરોનાકાળમાં કેન્દ્ર સરકારે કરેલ વિવિધ કાર્યોને તેઓએ લોકો સમક્ષ મુક્યા હતા.

Latest Stories