Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર

અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

X

અંકલેશ્વર તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણીઓ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર તાલુકાની વિવિધ શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના ઘણા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ આવ્યો નથી ત્યારે આજરોજ પ્રાથમિક શિક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારની સેવામાં તારીખ 1 /4/ 2005 પહેલા જોડાયેલા શિક્ષકો કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પડે અને ત્યારબાદ સરકારી સેવામાં જોડાયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ પડે છે આ બાબતે અન્યાય થઈ રહ્યા નો આક્ષેપ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતા.

વિભાગના તારીખ 4/ 4/ 2011 ના પરિપત્રો અને સૂચનાઓ ને પણ તમામ વિભાગોના અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ વિભાગના અધિકારીઓ છાશવારે પ્રાથમિક શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી સોપાતી હોવાથી બાળકોના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ તમામ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી

Next Story