ભરૂચ : લિન્ક રોડ પરના દબાણરૂપી ગોપાલ ટી સ્ટોલને BAUDA દ્વારા દૂર કરાયો...

દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું.

New Update
ભરૂચ : લિન્ક રોડ પરના દબાણરૂપી ગોપાલ ટી સ્ટોલને BAUDA દ્વારા દૂર કરાયો...

ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા અવારનવાર ભરૂચ પંથકમાં દબાણ દૂર કરવામાં આવે છે, ત્યારે આજરોજ ભરૂચના શકિતનાથથી શ્રવણ ચોકડી તરફ જવાના રસ્તા પર આવેલ ગોપાલ ટી સ્ટોલ રૂપી દબાણને દૂર કરવામાં આવ્યું હતું. ભરૂચના શકિતનાથથી શ્રવણ ચોકડી તરફ જવાના રસ્તા પર આવેલ ગોપાલ ટી સ્ટોલ રૂપી દબાણને ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. આ દબાણ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે બૌડાના અધિકારીઓ ગોપાલ ટી સ્ટોલ ખાતે પહોંચી ગયા હતા અને દબાણ દૂર કર્યુ હતું.

Advertisment

અત્રે નોંધવું રહ્યું કે, ભરૂચ નગર અને આસપાસના વિસ્તારોમાં રોડ ટચ જમીનના માલિકો આવી જમીનો ભાડે આપી દેતા હોય છે, અને માસીક સારૂ એવું ભાડુ વસુલ કરતાં હોય છે, આવા કિસ્સાઓમાં જેમણે ભાડે જમીન લઈ તેની પર દબાણરૂપ બાંધકામ કર્યુ હોય, ત્યારે બૌડા દ્વારા સૌ પ્રથમ 2થી 3 નોટિસો પાઠવવામાં આવે છે. ત્યારબાદ દબાણ દૂર કરવામા આવે છે. જોકે, મળતી માહીતી મુજબ દબાણ દૂર કરતા પહેલા ટી સ્ટોલના કર્તાહર્તાને નોટિસો પાઠવવામાં આવી હતી. છતાં દબાણ દૂર કરવામાં ન આવતા છેવટે બૌડા દ્વારા આ દબાણ દૂર કરવામા આવ્યું હતું.

Advertisment