ભરૂચ જીલ્લા માનવ સેવા સમાજ મંડળ સંચાલિત નવયુગ વિદ્યાલયના કમ્પાઉન્ડમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાતાં હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતા તાલુકા પંચાયત દ્વારા કોઇ કામગીરી કરાતી ન હોય. તેવામાં મંડળ પ્રમુખ મહેશ સોલંકીની આગેવાનીમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
જંબુસર તાલુકા પંચાયત પરિસરમાં નવયુગ વિદ્યાલય આવેલ છે. તથા તાલુકા પંચાયત કચેરીમાં જવાનો રસ્તો પણ નવયુગ વિદ્યાલય પાસેથી પસાર થાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડે એટલે રસ્તાઓ પર ખાડાઓમાં તથા વિદ્યાલયના પટાંગણમાં પાણી ભરાઇ જાય છે. જેને લઇ વિદ્યાર્થીઓ તથા તાલુકાની જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષોથી આ બાબતે સ્કૂલ સંચાલકો દ્વારા પંચાયતમાં રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેને લઇ માનવ સેવા સમાજ મંડળ પ્રમુખ મહેશ સોલંકીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જે અનુસંધાને ટીડીઓએ જણાવ્યું હતુ કે સદર રસ્તા માટે પાંચ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ને વહિવટી મંજુરી મળે ટૂંક સમયમાં આ રસ્તો બનાવવામાં આવશે..
મંડળ પ્રમુખ મહેશ સોલંકીએ જણાવ્યું હતું કે આ આખી જમીન તાલુકા પંચાયતની નહીં પરંતુ પોતાની પારિવારિક સંપત્તિ હોવાનો દાવો કરતા કહ્યું હતું કે ૧૯૬૭માં તેમના પિતા અને ગુજરાત રાજ્યના મંત્રી સ્વ.મગન સોલંકીએ આ જમીન વેચાણ રાખી હતી. પરંતુ તેમના અવસાન પછી વર્ષ ૧૯૯૫મા રેકર્ડમાં સુધારો કરી તાલુકા પંચાયતનું નામ ઉમેરવામાં આવ્યું હતું. આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
/connect-gujarat/media/media_files/2025/07/27/mixcollage-27-jul-2025-09-14-pm-1191-2025-07-27-21-16-35.jpg)