Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આઉટસોર્સિંગ કર્મચારીઓનોના હકના નાણાં પર તરાપ મારતી એજન્સી સામે જિલ્લા સમાહર્તાને રજુઆત કરાઈ

ગુજરાત રાજયની તમામ કચેરીઓમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર ધ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજી રૂ ૧૫,૦૦૦/- સુધીનું ચુકવણું થાય છે.

X

આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને આઉટસોર્સ એજન્સીઓ દ્વારા અડધું વેતન ચૂકવાતા આજે આઉટસોર્સિંગ કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ગુજરાત રાજયની તમામ કચેરીઓમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર ધ્વારા આઉટસોર્સ એજન્સીઓને અંદાજી રૂ ૧૫,૦૦૦/- સુધીનું ચુકવણું થાય છે.પરંતુ એજન્સીઑ મારફતે આઉટસોર્સ કર્મચારીઓને માત્ર રૂ .૮૦૦૦ થી ૯૦૦૦ / - વેતન ચુકવવામાં આવે છે . જે નક્કી થયેલ લઘુતમ વેતન કરતાં ઘણું ઓછું છે.તમામ આઉટસોર્સિંગ કર્મચારી તેમની સમકક્ષ કાયમી કર્મચારીથી પણ અમુક કિસ્સામાં તેનાથી વધારે કામ કરે છે તેમજ સરકારનું બીજું અન્ય કામ જેવી કે , ચૂંટણીની કામગીરી , મહેસુલી કામગીરી , સેવાસેતુ , કોરોનાની કામગીરી પુરરાહત વગેરે અન્ય કામગીરી સોંપવામાં આવે છે.તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી પગારમાં કોઈ વધારો થયેલ નથી તેમજ માહિનામાં જે રજા આવે તેનો પગાર કાપવામાં આવે છે.જેના કારણે આઉટસોર્સિંગ કર્મચારીઓને વધતી જતી મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ પડતા આજરોજ નયનાબેન પરમારની અધ્યક્ષતામાં આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે કર્મચારીઓને પગાર ધોરણ 15 થી 18,000 મળે , રજાના દિવસોનો પગાર કપાત ના થાય જેવી અનેક માંગ કરવામાં આવી હતી.

Next Story