ભરૂચ:ન.પા.હદ વિસ્તાર સિવાયના સિટી બસના રૂટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન

રીક્ષા ચાલકો દ્વારા રેલ્વે સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગર પાલિકા હદ સિવાયના રૂટ પર ચાલતી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

ભરૂચ:ન.પા.હદ વિસ્તાર સિવાયના સિટી બસના રૂટ બંધ કરવાની માંગ સાથે રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન
New Update

ભરૂચના રીક્ષા ચાલકો દ્વારા રેલ્વે સ્ટેશન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગર પાલિકા હદ સિવાયના રૂટ પર ચાલતી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

ભરૂચમાં સિટી બસ સેવાનો પ્રારંભ થતાની સાથે જ રીક્ષા એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.રીક્ષા એશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સ્ટેન્ડ વગર જ રસ્તામાં સિટી બસ ઉભી રાખીને બસ ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. સિટી બસ ચાલકો બસ સ્ટોપ ન હોવા છતાં બસ ઉભી કરી ટ્રાફિકને અવરોધવાનું કામ કરે છે. વળી ઝાડેશ્વર,કૂકરવાડા,શેરપુરા,ઉમરાજ જેવા ગામોમાં પંચાયતની પરવાનગી ન હોવા છતાં બસો ચાલે છે.

બસ લાંબા સમય સુધી રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભી રહેતા મુસાફરો રીક્ષામાં બેસતા નથી. રીક્ષા સ્ટેન્ડ ઉપર પણ બસ બે-ત્રણ કલાક ઊભી રહેતા રીક્ષા ચાલકોને રોજગારી ગુમાવવી પડે છે.જે બાબતે અવારનવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ ફરી એક વખત ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક નગરપાલિકાની સિટી બસ સેવાની નીતિ સામે વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ ભરૂચ નગરપાલિકાની ઓફિસે સ્થળ પરના અધિકારીને રીક્ષાનું પ્રતીક ચિન્હ અર્પણ કરી રીક્ષા એશોની માંગ પુરી કરવા રજુઆત કરી હતી

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Protest #demand #Nagar palika #routes #Rickshaw drivers #City Bus #Close
Here are a few more articles:
Read the Next Article