ભરૂચ : નબીપુર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારૂ ત્રાટક્યા, લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ

નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.

New Update
ભરૂચ : નબીપુર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારૂ ત્રાટક્યા, લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ

માત્ર 24 કલાકમાં જ ભરૂચ જીલ્લામાં પેટ્રોલપંપ પર લૂંટનો બીજો બનાવ બન્યો. નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.

Advertisment

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાતે મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવાના બહાને બેઠી ત્રણ બુકાનીધારી લૂંટારૂઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. કર્મચારી ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારૂઓ પણ પીછો કરવા લાગ્યા હતા. કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારૂઓએ પોતાની પાસેની બંદૂક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓએ ફાયરિંગ પણ કરી નાખ્યું હતું. જોકે આ દોડધામ દરમ્યાન બુમરાણ મચતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા.

સદનશીબે ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી. જયારે લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવી હતી. 24 કલાકમાં જ પેટ્રોલપંપ પર લૂંટનો બીજો બનાવ બન્યો હતો જેને લઈને સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.

Advertisment