Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચાદર સાહિબ કસક ગુરૂદ્વારામાં શીખ સમુદાયે કરી ગુરૂનાનક જયંતીની ઉજવણી, ધાર્મિક કાર્યક્રમો યોજાયા…

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા શીખ સમુદાયે આજે દેવ દિવાળીના દિવસે ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી.

X

ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા શીખ સમુદાયે આજે દેવ દિવાળીના દિવસે ગુરુનાનક જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ચાદર સાહિબ ગુરૂદ્વારા ખાતે શીખ સમુદાયે દર્શન કરી અખંડ પાઠ, કીર્તન, ગ્રંથ સાહેબની પ્રાર્થના તેમજ ભંડારા સહિ‌તના વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લીધો હતો.

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી ઈ.સ 1510થી 1515 માં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા, ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, અને ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી. જે ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલી ગુરુદ્વારા ચાદર સાહીબ ગુરુદ્વારા નામથી પ્રચલીત થઈ છે, ત્યારે આજે દેવ દિવાળીના દિવસે ગુરૂનાનક સાહેબના જન્મોત્સવની ભરૂચ શહેર તથા જીલ્લામાં વસતા શીખ સમુદાય દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કસક વિસ્તાર સ્થિત ગુરૂદ્વારા ચાદર સાહેબ તેમજ લુવારા સ્થિત ગુરૂદ્વારા ખાતે અખંડ પાઠ, કીર્તન, ગુરૂગ્રંથ સાહેબની પ્રાર્થના તેમજ લંગર સહિતના વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમોનો શીખબંધુઓએ શ્રદ્ધા અને ઉમંગભેર લ્હાવો લીધો હતો. શીખ ધર્મગુરૂ ગુરૂનાનક સાહેબની જન્મજયંતિ પ્રસંગે ગુરૂદ્વારા ખાતે વહેલી સવારે શીખ સંપ્રદાયના ધર્મગુરૂઓ તેમજ અનુયાયીઓ દ્વારા ગુરૂનાનક સાહેબની પ્રાર્થના કરી ગુરૂગ્રંથ સાહેબના અખંડ પાઠની સમાપ્તી કરવામાં આવી હતી. ખુલ્લા પંડાલમાં ગુરૂનાનકની વાણી અને તેમની વિચારધારા પર મંતવ્ય રજૂ કરાયા હતા.

Next Story