Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્તાકથન અને ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન યોજાઇ

વાર્તાકથન અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં 31 વિદ્યાર્થીઓએ પોતાની અભિવ્યક્તિઓનો ઓજસ પાથર્યા હતાં.

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્તાકથન અને ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન યોજાઇ
X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચમાં નદી મહોત્સવ ઉજવાય રહયો છે. જે અંતર્ગત નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્તા કથન તથા ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન યોજવામાં આવી હતી. સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ માટે રાજ્યમાં નદી ઉત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી ડીઇઓ તથા જળ સંસાધન વિભાગના ઉપક્રમે નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કરવામાં આવી છે જેના ભાગરૂપે વાર્તાકથન અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં 31 વિદ્યાર્થીઓએ પોતાની અભિવ્યક્તિઓનો ઓજસ પાથર્યા હતાં. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, ગુજરાત સરકાર પાણી પુરવઠા અધિકારી કચેરીના એન્જિનિયર ધવલ પટેલ તથા કિશન ચોટલીયા, ડીઇઓ કચેરીમાંથી દિવ્યેશ પરમાર તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં. વાર્તાકથન સ્પર્ધા માટે રાજેન્દ્ર વાડીયા, નેહા ઝાલા, હરિવદન જોશી અને ફેન્સી ડ્રેસ સ્પર્ધા માટે નેહા શાહ, નિશા પટેલ, ઈશિતા માસ્ટરે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી..

Next Story