/connect-gujarat/media/post_banners/594fee7d14d868e15beec1b4875912102e30da3cbafa80b03bf8efb356ab8751.webp)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. પરંતુ સમાજના કેટલાય ભાઇઓ દિન-રાત સમાજનું રક્ષણ કરવાના હેતુથી સેવારત હોય છે. 24 કલાક કાર્યરત રહેતા તબીબો પણ પોતાની સેવા અને ફરજ દ્વારા સમાજનું રક્ષણ કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત આત્મીય ગ્રીન સ્કૂલની વિધાર્થીનીઓ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલના કર્મનિષ્ઠ તબીબો સહિતના સ્ટાફને હાથે રાખડી બાંધી તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. દિન-રાત સતત લોકોની સેવામાં વ્યસ્ત રહેતા તબીબો સમાજ માટે ખૂબ જ ઉમદા કાર્ય કરતા હોય છે, ત્યારે તેમના રક્ષણની ભાવના સાથે રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.