ભરૂચ: આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪ ના ડિવાઈડર ઉપર કાર ચઢી જતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત

આછોદ ચોકડી પાસે રીફલેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. જેમાં 2 મહિલાને ઇજા પહોંચી

ભરૂચ: આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪ ના ડિવાઈડર ઉપર કાર ચઢી જતા બે મહિલાઓ ઇજાગ્રસ્ત
New Update

ભરૂચ આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ૬૪ ઉપર ગત રોજ રાત્રીના સમયે કાર ડિવાઈડર ઉપર ચઢી જતા કારને નુકશાન થયું હતું.તેમજ કારની અંદર બેઠેલી બે મહિલાઓ ઇજાગ્રસ્ત થતા સરવવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ખસેડવામાં આવી હતી.ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.ભરૂચથી આમોદ સબંધીનાં ઘરે આવતા આછોદ ચોકડી પાસે રીફલેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી.અને કારની અંદર બેઠેલી બે મહિલાઓ નામે રમીલાબેન સતીશ પટેલ ઉ.વ.૬૨ ને માથામાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

જયારે મધુબેન છોટાભાઈ પટેલ ઉ.વ.૭૦ ને ગળામાં ભાગે ઇજા થઇ હતી.આ ઉપરાંત કારને હજારો રૂપિયાનું નુકશાન થયું હતું.કાર ચાલકે નેશનલ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યકત કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ઓથોરીટીએ બનાવેલા ડિવાઈડર ઉપર રીફલેક્ટર લાઈટના અભાવે વારંવાર વાહનો ચઢી જાય છે.જેના કારણે વાહનચાલકોને આર્થિક નુકશાન વેઠવું પડે છે.આ બાબતે કાર ચાલક અમિત પટેલે જણાવ્યું હતું કે ડિવાઈડર ઉપર રીફલેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી.અને કારમાં બેઠેલી બે મહિલાઓ ઇજાગ્રસ્ત બની હતી.

#Connect Gujarat #Amod #bharuchnews #car accident #Gujarati News #BharuchAccidentNews #Car Accidents #Amod Accident #Accidnet News
Here are a few more articles:
Read the Next Article