Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનો PSIની પરીક્ષામાં થયા ઉતીર્ણ,સમાજ દ્વારા કરાયું સન્માન

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરતા સમાજમાં આનંદનો માહોલ છવાયો છે.

ભરૂચ: વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનો PSIની પરીક્ષામાં થયા ઉતીર્ણ,સમાજ દ્વારા કરાયું સન્માન
X

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરતા સમાજમાં આનંદનો માહોલ છવાયો છે. શૈલેષભાઈ સંચાલિત ચાવજની પ્રાઈમ હોસ્પિટલ અને મિત્રવર્તુળ દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ગાંધીનગર દ્વારા ગત 29 મી મેં 2022 ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ 3 સવર્ગની ( મોડ 2) ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના પણ અંદાજીત 70થી 80 પોલીસ કર્મીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું 31 મી જુલાઈ 2022 માં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના કુલ 06 પોલીસ કર્મીઓએ પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતાં. જેમાં વેજલપુર મિસ્ત્રી સમાજના બે યુવાનો ઇન્દ્રવદન કનુભાઈ મિસ્ત્રી અને મનીષ બાબુભાઇ મિસ્ત્રી પણ ભારે પરિશ્રમ કરીને ઉત્તીર્ણ થતા સમાજમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. જેના ભાગરૂપે ભરૂચના ચાવજ ખાતે આવેલી પ્રાઈમ હોસ્પિટલના સંચાલક અને લોકોની સેવા માટે હર હમેશ તૈયાર રહેતાં સામાજિક કાર્યકર્તા શૈલેષભાઈ પટેલ અને તેમના મિત્રવર્તુળ દ્વારા આ બંનેય મિત્રોનું શાલ ઓઢાળી અને મોમેન્ટો આપીને ઉત્સાહ ભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાઈમ હોસ્પિટલના ડો.સ્મિત વસાવા, ડો, સૌરભ ભટ્ટ, શ્રી સાંઈ મોટર ડ્રાયવીંગ ટ્રેનિંગ સ્કૂલના વિલાસ વસાવા સહિત તેંમના મિત્રો હાજર રહ્યા હતાં.

Next Story