ભરૂચ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે VHP દ્વારા અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો...

BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે VHP દ્વારા અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો...

ભરૂચ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત કળશ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું તા. 22 જાન્યુઆરીએ આયોજન કરવામાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સમગ્ર દેશના હિન્દુઓ સુધી પહોંચે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોઘ્યાથી આવેલા પુજીત અક્ષત ળશનો 10 પ્રખંડોમાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ આગામી તા. 1લી જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ઘરે ઘરે જઈને અક્ષત આપવા માટેના મહા અભિયાનનું સૂચરું આયોજન કરાયું છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories