ભરૂચ: પાંચ વિધાનસભા બેઠક પર મતદારોએ ઉત્સાહ સાથે કર્યું મતદાન, જોવા મળ્યો લોકોશાહીનો રંગ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું

New Update
ભરૂચ: પાંચ વિધાનસભા બેઠક પર મતદારોએ ઉત્સાહ સાથે કર્યું મતદાન, જોવા મળ્યો લોકોશાહીનો રંગ

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ભરૂચ,અંકલેશ્વર,વાગરા,જંબુસર અને ઝઘડીયા બેઠક પર આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 12 લાખ જેટલા મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જીલ્લામાં 1358 મતદાન મથક ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. ભરૂચ જીલ્લામાં કુલ 32 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓના ભાવિ ઇવીએમમાં કેદ થયા હતા. મતદાન પ્રક્રિયા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે 5 હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેપગે તૈનાત રહ્યા હતા.

ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી અને કોંગ્રેસનાં ઉમેદવાર જયકાંત પટેલે તેમના મતાધિકારનો ઉપયોગ કરી પોતપોતાની જીતના દાવા કર્યા હતા.

અંકલેશ્વર બેઠક પર ભાઈ સામે ભાઇનો જંગ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે તેમના મતાધિકારનો ઉપયોગ કરી જીતના દાવા કર્યા હતા.

આ તરફ વાગરા બેઠક પર ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણા અને કોંગ્રેસનાં ઉમેદવાર સુલેમાન પટેલે પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જંબુસર બેઠકની વાત કરીએ તો જંબુસર બેઠકના ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને કોંગ્રેસના સંજય સોલંકીએ પણ મતદાન કરી તેમની જીતનો દાવો કર્યો હતો.

ઝઘડીયા બેઠક પર અપક્ષ તરીકે લડી રહેલા છોટુ વસાવાએ ધારોલી ગામ ખાતે મતદાન કર્યું હતું તો ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાએ પણ મતદાન કરી જીતનો દાવો કર્યો હતો.

Latest Stories