Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વોર્ડ નંબર -10ના રહીશો સાથે પાલિકાનું ઓરમાયું વર્તન, રહીશોએ કર્યો ચકકાજામ

ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો..

X

ભરૂચના ફાટાતળાવ સહિત આસપાસના વિસ્તારોમાં પાલિકા ઓરમાયુ વર્તન રાખતું હોવાના આક્ષેપ સાથે વોર્ડ નંબર 10ના રહીશોએ ચકકાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો..

ભરૂચ શહેરની વર્તમાન સ્થિતિ પર નજર નાંખવામાં આવે તો ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. કચરાનો નિકાલ અટકી ગયો હોવાથી કચરાપેટીઓની બહાર પણ કચરો નજરે પડી રહયો છે. શહેરના વોર્ડ નંબર 10માં ફાટાતળાવ તેમજ અન્ય વિસ્તારોમાં વર્ષોથી લોકો પ્રાથમિક સુવિધાઓની માંગણી કરી રહયાં છે. આ વિસ્તારમાં રસ્તો બનાવવાની કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાથી વેપારીઓ તથા સ્થાનિકો હાડમારી વેઠી રહયાં છે. નગરપાલિકાએ ઘણા સમય પહેલા વોર્ડ નંબર 10માં આવેલા ફાટા તળાવથી ચાર રસ્તા સુધી રોડ માટે આરસીસી રોડ અને ગટર લાઇન માટે કરોડો રૂપિયા ફાળવ્યાં છે પણ આજદિન સુધી કામગીરી પુર્ણ થઇ નથી....

નગરપાલિકાના સત્તાધીશોના આશ્વાસનો ઠાલા સાબિત થઇ રહયાં છે. સ્થાનિકો અનેક વખત રજુઆત અને આંદોલન કરી ચુકયાં છે પણ કોઇ નિરાકરણ આવતું નથી. વોર્ડ નંબર -10ના રહીશોએ આજરોજ પાંચબત્તીથી મહંમદપુરા જતાં રોડ પર ચકકાજામ કરી દીધો હતો. સ્થાનિકોએ પાલિકાની હાય હાય બોલાવી ભારે નારેબાજી કરી હતી.

Next Story