Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઉપરવાસમાં વરસેલ ભારે વરસાદના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો

ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.

X

ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે. પાવન સલીલા માં નર્મદામાં નવા નીરની આવક થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા

સમગ્ર રાજ્યમાં હાલ મેઘમલ્હાર જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના તમામ જિલ્લાઓ હાલ આકાશમાંથી વરસતા કાચા સોનાથી ઝગમગી ઉઠ્યા છે ત્યારે ઉપરવાસમાં વરસી રહેલ ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ઉત્તરોઉત્તર વધી રહ્યું છે. ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેના પગલે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લાના કરજણ ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ રહી છે

Next Story