ભરૂચ તાલુકાનાં ઝનોર ગામ ખાતે રૂપિયા 17 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

ઝનોર ગામ ખાતે આવેલ સ્મશાનને જોડતો માર્ગ બિસ્માર થઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો

New Update
ભરૂચ તાલુકાનાં ઝનોર ગામ ખાતે રૂપિયા 17 લાખના ખર્ચે નવ નિર્માણ પામનાર માર્ગના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામ ખાતે આવેલ સ્મશાનને જોડતો માર્ગ બિસ્માર થઈ જતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા રૂ.17 લાખના ખર્ચે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવનાર છે.આ કામગીરીનું રવિવારના રોજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યએ ઝનોર ખાતે નર્મદા નદીમાં દૂધ અને પાણીનો અભિષેક કરવા સાથે નર્મદામૈયાની આરતી ઉતારી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે સરકારના કુશલ ભારત, કૌશલ ભારત યોજના હેઠળ બ્યુટીપાર્લરની તાલીમ મેળવનાર યુવતીઓને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. દરમ્યાન દેશના વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ સમૂહમાં નિહાળ્યો હતો.આ પ્રસંગે ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશસિંહ રાજ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.