Connect Gujarat
ભરૂચ

ભરૂચવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, ગોલ્ડન બ્રિજની પાણીની સપાટીમાં નોંધાયો ઘટાડો

X

સરદાર સરોવરમાંથી છોડવામાં આવેલ પાણીના પરીણામે નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉદભવી હતી. જેના કારણે ભરુચ જિલ્લામાં ગોલ્ડન બ્રિજની સપાટીમાં ક્રમશ વધારો થઈ રહ્યો હતો.પરંતુ પાણીમાં ક્રમશ: ઘટાડો થતાં ગોલ્ડન બ્રિજની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે.આગામી ટૂંક સમયમાં જ સ્થિતિ પૂર્વવત થઈ જશે તેમ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ મીડિયાના માધ્યમથી નાગરિકોને તંત્રને કામગીરીમાં સહકાર આપવા જણાવ્યું હતું.

Gujarat Secondary Service Selection Board Exam postponed from 25th to 30th Septemberત્યારે ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી સાંજે ૧૮:૦૦ કલાકે ૩૪.૮૩ ફુટ નોંધાઈ હતી. અહી ઉલ્લેખનીય છે કે, તારીખ ૧૮-૦૯-૨૦૨૩ના સવારે ૬ : ૦૦ કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી ૪૦.૪૭ હતી. જેમાં ક્રમશ: ઘટાડો નોંધાતા સવારે ૮ : ૦૦ કલાકે ૩૯.૮૫ ફુટ, સવારે ૧૦ કલાકે ૩૯.૨૨ ફુટ, બપોરે ૧૨:00 કલાકે ૩૮.૩૭ ફુટ, બપોરે ૧૪:00 કલાકે ૩૭.૩૯ ફુટ, બપોરે ૧૬: ૦૦ કલાકે ૩૬.૨૪ ફુટ, અને સાંજે ૧૮:00 કલાકે ૩૪.૮૩ ફુટ ગોલ્ડન બ્રિજ ખાતે પાણીની સપાટી નોંધાવા પામી હતી.

Next Story