Connect Gujarat
ભરૂચ

રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર મોકલવાનો ખર્ચ..!

દહેજથી રાજસ્થાન મોકલવામાં આવી રહેલા 2 મહાકાય રિએક્ટર બનાસકાંઠા અટકી પડ્યા છે. થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર પડ્યા રહેતા સ્થાનિકો જોવા પહોંચી રહ્યા છે.

રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર મોકલવાનો ખર્ચ..!
X

ભરૂચના દહેજથી રાજસ્થાન મોકલવામાં આવી રહેલા 2 મહાકાય રિએક્ટર બનાસકાંઠા અટકી પડ્યા છે. થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર પડ્યા રહેતા સ્થાનિકો જોવા પહોંચી રહ્યા છે. આ મહાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી 7 મહિને થરાદ પહોંચ્યા છે. HPCLના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની ટીમ દ્વારા આ મહાકાય રિએક્ટરને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે.

જોકે, આ બન્ને મહાકાય રિએક્ટર થરાદની નર્મદા કેનાલ પરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે. નર્મદા કેનાલનો પુલ 400 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે, ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી છે. આ માટે થરાદમાં નર્મદા કેનાલ ઉપર હાલ તો કામચલાઉ બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ક્રેનની મદદ લેવાઈ રહી છે. દહેજથી રાજસ્થાન મોકલવામાં આવી રહેલા 2 રિએક્ટરને નુકસાન ન પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી તા. 12 ઓગસ્ટના રોજ પસાર કરવામાં આવશે. અંદાજિત રૂપિયા 4 કરોડના ખર્ચે બ્રિજ બનાવી, આ રિએક્ટરને પસાર કરવામાં આવશે. જોકે, આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો છે.

Next Story