અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બન્યો અકસ્માત ઝોન, હાંસોટના સુણેવ ગામ નજીક ફરીવાર કારને નડ્યો અકસ્માત

અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતો દાંડી માર્ગ અકસ્માત ઝોન બન્યો છે એક જ અઠવાડિયામાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા હોવાનું જાણવા મળ્યું છે.

New Update

દિનપ્રતિદિન અંકલેશ્વરથી હાંસોટ અને હાંસોટથી સુરતને જોડતા દાંડી માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે એક જ અઠવાડિયામાં આ માર્ગ ઉપર એક નહિ પાંચથી વધુ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે જો કે અકસ્માતની તમામ ઘટનાઓમાં લોકો સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી ત્યારે આજરોજ સવારના અરસામાં એક પરિવાર સુરત ખાતે જઈ રહ્યું હતું તે દરમિયાન હાંસોટના સુણેવ ગામ નજીક માર્ગ પર ભૂંડ આવી જતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર માર્ગની બાજુમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકો પૈકી 2 લોકોને ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અકસ્માત અંગે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી પરંતુ હાંસોટથી સુરતને જોડતા માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ અટકાવવા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Latest Stories