Connect Gujarat
ભરૂચ

પુરના પાણી અંકલેશ્વરમાં પશુ માટે બન્યા મોતનું સરનામું, જ્યાં જુઓ ત્યાં મૃત પશુ અને કાદવ કિચડના ઢગ.!

તાલુકાનાં મોટા ભાગના ગામોમાં રાતના સમયે એકાએક આવી જતાં લોકોને પોતાની ઘર વખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો નહતો

X

અંકલેશ્વરના બોરભાઠાના દીવા રોડ સ્થિત આવેલા એક તબેલામાં અચંકા જ પુરના પાણી ઘૂસી જતાં ખૂંટે બાંધેલા 60 દૂધાળા પશુઓના મોત નિપજતા પશુ પાલકને 70 લાખનું નુકશાન થવા પામ્યું છે

અંકલેશ્વર તાલુકાનાં મોટા ભાગના ગામોમાં રાતના સમયે એકાએક આવી જતાં લોકોને પોતાની ઘર વખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો નહતો, ત્યારે અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સંદીપ પટેલના બે પૈકી એક તબેલામાં પૂરના પાણી ઘૂસી જતાં પશુ પાલક પશુઓને બચાવે તે પહેલા સમગ્ર તબેલો ડૂબી ગયો હતો જો કે પશુ પાલકનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે તબેલામાં પાણી ફરી વળતાં ખૂંટે બાંધેલા દુધાળા પશુઓ અને ગાય તેમજ વાછરડા મળી કુલ 60 જેટલા પશુઓના કરૂણ મોત નિપજ્યાં હતા આ તમામ પશુઓના મોત નિપજતા પશુ પાલકને 70 લાખનું નુકશાન થયું છે. ત્યારે હવે લોકોને રોગચાળો ફાટી નિકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. ગામમાં ઠેર ઠેર કાદવ કીચડ અને પાણીમાં તણાઈ આવેલ કચરા ના ઢગલા ,સડેલા અનાજ મરેલા ઢોરો ના સબ નજરે પડી રહ્યા છે. ત્યારે સરકાર સમગ્ર રાજ્ય માંથી ભરૃચ,અંકલેશ્વર સહિત જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ ટીમો મોકલી કામગીરી કરે તે જરૂરી છે

Next Story