Connect Gujarat
ગુજરાત

ભાવનગર : લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદો માટે દાદા સાહેબ જૈન દેરાસર દ્વારા અનાજની કીટ તૈયાર કરાઇ

ભાવનગર : લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદો માટે દાદા સાહેબ જૈન દેરાસર દ્વારા અનાજની કીટ તૈયાર કરાઇ
X

ભાવનગર દાદા સાહેબ જૈન દેરાસર સંચાલિત પ્રાથનજી યુવક

મંડળ દ્વારા કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં

જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે 3 હજાર જેટલી અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે.

કુદરતી આફતોમાં ભાવનગરની સંસ્થાઓ હંમેશા

અગ્રેસર રહી છે. ભારત સરકારે કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે, ત્યારે રોજ કમાઈને પોતાનું ભરણ પોષણ કરનારા

માણસની મુશ્કેલીઓ વધી છે. જેની સરકારે પણ ચિંતા વ્યક્ત કરી યોગ્ય પગલાં ભર્યા છે. તેમ છતાં ભાવનગર જૈન સમાજ

દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે 3 હજાર અનાજની કિટો તૈયાર કરી છે.

કોરોના વાયરસના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં

જરૂરિયાતમંદ વ્યક્તિઓને માટે ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણાની સૂચના હેઠળ દાદા સાહેબ

જૈન દેરાસર પ્રાથનજી યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ માટે ઘઉં, ચોખા, તુવેર દાળ જેવી ચીજવસ્તુઓની 3 હજારથી પણ વધારે કરીયાણા

કિટ તૈયાર કરી છે.

Next Story