• ગુજરાત
  • શિક્ષણ
વધુ

    ભાવનગર : મુખ્યમંત્રીના હસ્તે મહુવા કુમાર છાત્રાલયનું કરાયું ઇ-લોકાર્પણ, છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ

    Must Read

    14 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ):તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. વેપાર ને...

    જંબુસર પંથકના ખેતરો પાણીગ્રસ્ત થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

    જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક...

    ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

    ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે....

    ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ. ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતિ)નું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં વંચિત, શોષિત, પીડિત તથા ગરીબ સૌ કોઈને પૂરતો સામાજિક ન્યાય તથા સામાજિક સમરસતા મળે તે રાજય સરકારની નેમ છે. સામાજિક તથા માનવીય ઉત્થાન માટે શિક્ષણ ખૂબ મહત્વનું છે. જો શિક્ષણ હશે તો સામાજિક સમરસતા સાધી દરેકનો વિકાસ કરી શકાશે. અને તેથી જ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારથી આજ સુધી સરકારે “સબ સમાજ કો સાથ મેં લેકર આગે બઢતે જાના હે”ના મંત્રને અનુસરી રાજ્યને વિકાસના પથ પર આગળ વધાર્યું છે.

    મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, છેવાડાનો માનવી પણ શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તેથી જ કુમાર છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, શિષ્યવૃત્તિ, વિદેશ અભ્યાસ વગેરે જેવી અનેક શૈક્ષણિક સુવિધાઓ જે લોકો સામાજિક રીતે પાછળ રહી ગયા છે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા સરકારે ઉભી કરી છે. કોરોના મહામારી સામે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આફતને અવસરમાં બદલવાના મંત્રને અનુસરી ગુજરાત કોરોનાને હરાવવામાં ચોક્કસ સફળ થશે. આજે ગુજરાતમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સારવારના કારણે કોરોના રિકવરી રેટ વધ્યો છે અને મૃત્યુ દર ઘટ્યો છે. સૌ કોરોના અંગે જાગૃત બનીએ તો રાજ્યનો વિકાસ હંમેશા વધતો જશે અને ગુજરાત ક્યારેય પાછું નહીં પડે.

    મહુવા ખાતે ૩૫૬.૧૦ લાખના ખર્ચે નિર્મિત સરકારી કુમાર છાત્રાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાયબ્રેરી, રીડીંગ રૂમ, એન્ટ્રી, ડીસેબલ એન્ટ્રી, ટોયલેટ, બાથરૂમ, ડીસેબલ ટોઈલેટ-બાથરૂમ, વોર્ડન ક્વાર્ટર, ઓફીસ, કોમ્પ્યુટર રૂમ, વીઝીટર રૂમ, કિચન, કિચન સ્ટોર, ડાયનિંગ હૉલ, ડીશ વોશ એરીયા, વોટર એરીયા, પેસેજ એરીયા તેમજ પ્રથમ માળે ૧૬ છાત્ર રૂમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૂમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજ, અને બીજા માળે પણ ૧૬ છાત્ર રૂમ, ૬ છાત્ર ટોઈલેટ, ૬ છાત્ર બાથરૂમ, રીડીંગ પેસેજ, વોટર કુલર પેસેજની આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.કેમ્પસમાં બોર તથા સંપની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયા, મહુવા નગરપાલિકા પ્રમુખ, મહુવા તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી મહુવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ વસાણી, મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના પદાધિકારીઓ,અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    14 ઓગસ્ટનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

    મેષ (અ, લ, ઇ):તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. વેપાર ને...
    video

    જંબુસર પંથકના ખેતરો પાણીગ્રસ્ત થતાં ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

    જંબુસર તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડતાં ખેતરો પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે પંથકના ખેડૂતોમાં ઊભો પાક નિષ્ફળ જવાની દેહશત ફેલાઈ છે.

    ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 75 હજારને પાર, આજે વધુ 1092 કેસ નોધાયા

    ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 1092 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને વધુ 18 દર્દીઓના મોત...
    video

    અમદાવાદ : NRI ટ્રસ્ટી અને સાધ્વી સહીત 4 લોકોની કરપીણ હત્યાનો મામલો, ATSના હાથે ઈનામી આરોપી દિલ્હીથી ઝડપાયો

    વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના ટ્રસ્ટી અને સાધ્વી સહિત...

    વલસાડ : 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની ઉજવણી કરાઇ

    વલસાડ 181 અભયમ હેલ્‍પલાઇનની ટીમ દ્વારા “મહિલા સશક્તિકરણ પખવાડીયા” અંર્તગત વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે તાલુકાના જુદા-જુદા ગામોમાં...

    More Articles Like This

    - Advertisement -