Connect Gujarat
ગુજરાત

ભાવનગર : લોકોની સુવિધામાં વધારો કરવાના આશય સાથે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઇ

ભાવનગર : લોકોની સુવિધામાં વધારો કરવાના આશય સાથે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઇ
X

ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજન હોલમાં સાંસદ

ભારતી શિયાળની અધ્યક્ષતામાં જિલ્લાની તમામ કચેરીઓના વડા

સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની

ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદે કેન્દ્ર સરકાર

દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓની સમિક્ષા કરી

હતી.

ભાવનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી સહિત વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જેમાં મનરેગા હેઠળ થયેલ કામો, સખી ગ્રામહાટ

રચના, સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સર્વ શિક્ષા અભિયાન, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, પોષણ અભિયાન તેમજ

સ્માર્ટફોનથી કરવામાં આવતી ઓનલાઇન નોંધણી, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની

યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, રાસાયણિક ખાતરની ગુણવત્તા, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ

કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમા સાંસદે જણાવ્યુ હતુ કે, જિલ્લા અને

શહેરના તમામ પ્રશ્નોને દિશા સમિતિના માધ્યમથી વાચા મળે છે. લોકોની સુવિધામાં વધારો થાય તે દિશામા સૌ સાથે મળી કામ કરીએ અને જિલ્લામાં જે કંઈ

અસુવિધાઓ છે,તે દૂર કરવા પ્રયત્ન સાથે સાંસદ દ્વારા બેઠકમાં

લેવાયેલા નિર્યયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ

લેવા સૂચન કર્યુ હતું.

સમગ્ર બેઠક દરમ્યાન મહા નગરપાલિકાના મેયર મનહર મોરી, ધારાસભ્ય કેશુ નાકરાણી, ધારાસભ્ય આર.સી.મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જિલ્લા

કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણ

બરનવાલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ગૌતમ

બારૈયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેલેયા, જિલ્લા આયોજન અધિકારી સહિત તમામ દિશા કમિટીના સભ્યો તેમજ અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story