ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ પર છરી વડે હુમલો કરાયો હતો. જે બનાવમાં ઇજાગ્રસ્ત એજન્ટનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ગીરીશ ચુડાસમાના ઘરે ઉજ્જીવન ફાઇનાન્સમાં કામ કરતા પંકજ જોષી તેમના ઘરે હપ્તાના પૈસા લેવા ગયા હતાત્યારે કોઈ બાબતે માથાકૂટ થતા ઉશ્કેરાઈ જઈ ગીરીશ ચુડાસમાએ પોતાની પાસે રહેલી છરીનો ઘા પંકજ જોષીના પેટના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતીત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતોજ્યારે ઇજાગ્રસ્તે હુમલો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પોલીસે ગીરીશ ચુડાસમા તથા વિજય ઉર્ફે નાગ બાલધિયાને ઝડપી પાડ્યા હતા. જોકેબનાવના 2 દિવસ બાદ ઇજાગ્રસ્ત પંકજ જોશીનું સારવાર દરમિયાન મોત હતુંત્યારે સમગ્ર મામલે બનાવ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.