Connect Gujarat

ભાવનગર : ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી ખેડૂત આંદોલનને અપાયું સમર્થન, જુઓ કેવી રીતે નોંધાવ્યો પોતાનો વિરોધ..!

ભાવનગર : ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હી ખેડૂત આંદોલનને અપાયું સમર્થન, જુઓ કેવી રીતે નોંધાવ્યો પોતાનો વિરોધ..!
X

ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક પર્વે દિલ્લી ખાતે કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છ, ત્યારે ભાવનગર જિલ્લાના સિદસર ગામે ખેડૂત સંગઠનો દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ખેડૂત સંગઠનો દ્વારા ટ્રેક્ટર રેલી નીકળે તે પૂર્વે જ પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

દિલ્હી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક મહિનાથી ખેડૂતો દ્વારા કૃષિ કાયદાને રદ કરવા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે તેના સમર્થનમાં સીદસર ગામે ખેડૂત એકતા મંચ, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન હતું. જોકે ટ્રેક્ટર રેલી સ્વરૂપે કૃષિ કાયદાનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. સીદસર ગામે એકત્રિત થયેલ ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં ચાલતા આંદોલનને સમર્થન આપતા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સીદસર ગામે ટ્રેક્ટર રેલીનું આયોજન કરી આઝાદી પર્વે તિરંગા સાથે નીકળવાના હોવા છતાં તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. જોકે ખેડૂત સંગઠનો દ્વારા ટ્રેક્ટર રેલી સ્વરૂપે નીકળે તે પહેલા જ પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. વિરોધ દરમ્યાન ખેડૂતો અને પોલીસ વચ્ચે સમાન્ય ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, ત્યારે જય જવાન જય કિસાનના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

Next Story
Share it