Connect Gujarat
Featured

ભાવનગર : રૂવા વિસ્તારમાં યુવાનને રહેેંસી નંખાયો, હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર

ભાવનગર : રૂવા વિસ્તારમાં યુવાનને રહેેંસી નંખાયો, હત્યારા ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈન્કાર
X

ભાવનગરના રુવા વિસ્તારમાં જીગ્નેશ ડાભી નામના યુવાનની હત્યા કરી નાંખવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને જયાં સુધી હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસના સમયે ભાવનગર શહેરના રુવા વિસ્તારમાં આવેલા બાલા હનુમાન મંદિર નજીક જીગ્નેશ બીજલભાઈ ડાભી નામના યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી.આ બનાવને પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને સર.ટી.હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં હત્યાનું કારણ હજુ બહાર નથી આવ્યું પરંતુ મૃતકના ભાઈએ દિવાળી સમયે ઘોઘા સર્કલ ખાતે દાળપુરીની દુકાને થયેલી માથાકૂટની દાઝ રાખી અને હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી.આ બનાવને પગલે સમાજના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે મૃતક ના ભાઈએ આ બનાવમાં હત્યારા ની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

Next Story
Share it