Connect Gujarat
ગુજરાત

ભૂજ : આરટીઆઇની આડમાં રૂપિયા પડાવતો એક્ટિવીસ્ટ, જુઓ કેવી રીતે.

ભૂજ : આરટીઆઇની આડમાં રૂપિયા પડાવતો એક્ટિવીસ્ટ, જુઓ કેવી રીતે.
X

ભૂજમાં મુન્દ્રાના ટૂંડાવાંઢ ગામના આરટીઆઈ

એક્ટિવીસ્ટે આરટીઆઇની આડમાં રૂપિયા પડાવવાનો ધંધો શરૂ કરતા પોલીસે તેની ધરપકડ કરી

કાયદાનો પાઠ ભણાવ્યો છે માંડવીમાં આવેલી બેન્ટોનાઈટની કંપનીનું લાયસન્સ રદ્દ કરાવી

દેવાની ધમકી આપી ડાયરેક્ટર પાસે 3 લાખની ખંડણી માગનાર

ભુજ બી ડિવિઝન પોલીસના જેલના હવાલે છે

મુન્દ્રાના ટુંડા વાંઢના મયૂર મહેશ્વરી નામના શખ્સે

આસંબિયાના તલાટી અને ખાણ-ખનિજ વિભાગમાં RTI કરી તેમની કંપની

અંગેની કેટલીક માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે મયૂર મહેશ્વરીએ

લક્ષ્મીકાંતભાઈને તેમની કંપનીને સીલ મરાવી દેવાની અને લાયસન્સ રદ્દ કરાવી દેવાની

ધમકી આપી 3 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે પૈકી

ધાક-ધમકી આપી ચાર દિવસ અગાઉ 20 હજાર રૂપિયા પડાવી

લીધા હતા. લક્ષ્મીકાંતભાઈએ આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસને ફરિયાદ કરતાં પોલીસે

મયૂરને નાણાં લેતા રંગેહાથે ઝડપી પાડવા ACBની જેમ ટ્રેપ ગોઠવી

હતી. મયૂરે નાણાં સ્વીકારવા માટે ફરિયાદીના માણસને એક રેસ્ટોરન્ટ ખાતે બોલાવ્યો

હતો જ્યાં પોલીસ રેસ્ટોરન્ટમાં સાદા વેશમાં હતી. જેવા તેણે 50 હજાર રૂપિયા સ્વીકાર્યાં કે તુરંત પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસની આ

કાર્યવાહીથી RTI એક્ટિવિસ્ટના નામે ફરતાં અમુક કુખ્યાત

તોડબાજોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Next Story