Connect Gujarat
Featured

કરછ: ભુજની સરકારી હોસ્પિટલમાં પત્નીને મળ્યો પતિના સ્થાને અન્ય કોઈ વ્યક્તિનો મૃતદેહ,પછી શું થયું જુઓ

કરછ: ભુજની સરકારી હોસ્પિટલમાં પત્નીને મળ્યો પતિના સ્થાને અન્ય કોઈ વ્યક્તિનો મૃતદેહ,પછી શું થયું જુઓ
X

ભુજની મુખ્ય સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે હોસ્પિટલના બેદરકાર સ્ટાફ અને જવાબદારોએ મૃતદેહ બદલી નાખતા ભારે વિવાદ જાગ્યો હતો કચ્છનાં દુર્ગાપુર ગામની નિરાધાર મહિલાના પતિનો મૃતદેહ ભચાઉ મોકલી દેવાયો હતો. બાદમાં વિવાદ થતા મૃતદેહ પરત મંગાવવામાં આવ્યો હતો

ભુજની અદાણી સંચાલિત મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે. જનરલ હોસ્પિટલમાં દુર્ગાપુરના ડાહીબહેન રબારીના પતિ સોમાભાઈ છેલ્લા ચાર દિવસથી સારવાર અર્થે દાખલ હતા, તેઓને એચઆઈવી સહિતની બીમારીઓ હોવાના કારણે ગત મોડી રાત્રે તેમનું મોત નિપજયું હતું. મહિલાના પરિવારમાં માત્ર એક છ થી સાત વર્ષની દિકરી જ હોવાથી હતભાગીની અંતિમવિધિ માટે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોને બોલાવવામાં આવ્યા હતા. હિન્દુ યુવા સંગઠનના આગેવાનો અને કાર્યકરો મૃતદેહ લેવા માટે ગયા હતા ત્યારે ફરજ પરના સ્ટાફે મહિલાના પતિના બદલે અન્ય કોઈનો મૃતદેહ આપી દીધો હતો . બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહિલાના પતિનો મૃતદેહ ભચાઉ અન્ય કોઈને સોંપી દેવામાં આવ્યો છે

હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ જી.કે.જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી છે. હતભાગીનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું, તેમ છતાં તેમના પત્નિની પરવાનગી વિના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને એ. ડી. રજીસ્ટરમાં કોઈ પણ પ્રકારની નોંધ કરાઈ ન હતી. અને આગામી સમયમાં કાર્યવાહીની ચીયમકી ઉચ્ચારી હતી

આટલી ગંભીર બેદરકારી હોવા છતા હોસ્પિટલ સત્તાધીશોને પૂછતા તેઓએ આ અંગે કઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો ત્યારે હોસ્પિટલની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે

Next Story