Connect Gujarat
Featured

બિહાર: નીતીશ મંત્રીમંડળનું વિસ્તરણ; વાંચો ભાજપાના કયા મોટા નેતાને મળ્યું કેબિનેટમાં સ્થાન

બિહાર: નીતીશ મંત્રીમંડળનું વિસ્તરણ; વાંચો ભાજપાના કયા મોટા નેતાને મળ્યું કેબિનેટમાં સ્થાન
X

મંગળવારે બિહારમાં લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યો. રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ અને જેડીયુના કુલ 17 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા.

આ વખતે મંત્રીમંડળના વિસ્તરણમાં જાતિ અને પ્રાદેશિક સમીકરણોને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે. આના પરિણામ સ્વરૂપ, કેબિનેટમાં બે મુસ્લિમો, ચાર રાજપૂતો, બે કુશવાહ, બે બ્રાહ્મણો, ત્રણ અતિ પછાત, બે દલિત, એક કુર્મી અને એક કાયસ્થ નેતા છે.

નીતીશ મંત્રીમંડળના બહુ પ્રતીક્ષિત વિસ્તરણ દરમિયાન રાજ્યપાલ ફાગુ ચૌહાણે આજે રાજભવન ખાતેના શપથ ગ્રહણ સમારોહમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા. શપથ ગ્રહણ કરનારાઓમાં જેડી(યુ)ના નેતાઓ સંજય કુમાર ઝા, શ્રવણ કુમાર, લેસી સિંહ અને મદન સાહની અને ભાજપના પ્રમોદ કુમારનો સમાવેશ થાય છે. ગત સરકારમાં તેઓ પ્રધાન પણ હતા. આ ઉપરાંત ગયા વર્ષે બિહાર વિધાન પરિષદમાં ચૂંટાયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સૈયદ શાહનવાઝ હુસેને મંગળવારે નીતીશ કુમારના પ્રધાનમંડળના સભ્ય તરીકે શપથ લીધા હતા.

શાહનવાઝ હુસેન ઉપરાંત સમ્રાટ ચૌધરી, સુભાષસિંહ, આલોક રંજન ઝા, પ્રમોદ કુમાર, જનક રામ, નારાયણ પ્રસાદ, નીતિન નવીન, નીરજસિંહ બબલુને પ્રધાન બનાવવામાં આવ્યા છે. જેડીયુ વતી પૂર્વ મંત્રી શ્રવણ કુમારને ફરી એકવાર મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય નીતિશના સહયોગી તરીકે લેસી સિંઘ, સંજય ઝા, મદન સાહની પણ કેબિનેટમાં જોડાયા હતા. અપક્ષો સુમિત કુમાર સિંહ, જયંત રાજ અને સુનિલ કુમારે પણ પ્રધાન પદના શપથ લીધા છે.

નીતીશ કુમારે કહ્યું, ‘કેબિનેટે સામાજિક અને પ્રાદેશિક સંતુલનનું ધ્યાન રાખ્યું છે. જ્યારે પણ મંત્રીમંડળ વિસ્તરણ થાય છે, ત્યારે દરેક ક્ષેત્ર અને દરેક ક્ષેત્રની રજૂઆતની કાળજી લેવામાં આવે છે. વ્યાપક રીતે દરેક ક્ષેત્રના લોકો હોવા જોઈએ. જ્યારે મંત્રીમંડળમાં પાંચ હોદ્દાઓ હજુ ખાલી છે તેમ છતાં તેઓએ જણાવ્યું હતું કે કેટલીક જગ્યાઓ ખાલી રાખવામાં આવી છે. ભાજપમાં નારાજગી અંગે તેમણે કહ્યું કે તેમને ખબર નથી.’

Next Story