Connect Gujarat
બ્લોગ

ક્યાં જાઉં ???

20 oct દિલ્હી airport પર હતી અને આજે 29 oct ના રહેવાયું 'મન કી બાત ' ..... દરેક ની હોયને ??

ક્યાં જાઉં ???
X

20 oct દિલ્હી airport પર હતી અને આજે 29 oct ના રહેવાયું 'મન કી બાત'..... દરેક ની હોયને ??

હા હું કેનેડા માં છું ..... અઠવાડિયું જ થયું છે ..... But I miss my hometown , કોઈ તકલીફ નથી બધું જ છે સ્વચ્છતા , પ્રકૃતિ ની સુંદરતા , ભવિષ્ય ની ઉજ્વળ તક , ધન વૈભવ અને સૌથી વિશેષ મારા બાળકો , પણ કંઈક ખૂટે છે ..... એ દિવાળી ની સફાય , દિવાળી ના નાસ્તા , દિવાળી ના દીવાનું ડેકોરેશન ,રંગોળી ના રંગ , ધનતેરસ ની ખરીદી અને પૂજા કશુજ નથી અહીંયા .

Ahiya અત્યારે halloween ની ઉજવણી ની તૈયારી ચાલી રહી છે જે 31 oct એ ઉજવાશે જેમાં ટ્રીક ઔર ટ્રિટિન્ગ , ઘોસ્ટ ટુર્સ , બોન ફાયર ..... ભૂતિયા આકર્ષણો નો સમાવેશ થાય છે. 😂 કરો બરાબરી ક્યાં હું અત્યારે લક્ષ્મી પૂજા કરતી હોત અને ક્યાં આ હોરર લોકેશનમાં છું 😂

અહીંયા લોકો જિન્દગી જીવેજ છે માણતા નથી પણ એ જિંદગી એટલી બધી સફળ અને આરામદાયક હોય છે કે માણીયા નો સંતોષ મળી જાય , fast life એમની ચાલથી લઈને વિચાર, વેપાર અને વાણીમાં ગજબ ની સ્ફૂર્તિ જોવા મળે.

અહીંયા દરેક વ્યક્તિ સ્વતંત્ર છે કોઈને કોઈ બંધન નહિ પણ છતાં તેઓ તમામ નિયમોનું પાલન કરે છે અને શિસ્તમાં રહે છે,Life એક રૂટિન માં ચાલતી રહે છે અને હા સાથે ત્યાંના નાગરિક નો વિકાસ પણ થતો રહે છે ....

😂પણ એના માટે કોઈ સ્લોગન કે adv. નથી કરવી પડતી એ વાત અલગ છે , હા ..હા..હા .. એવો કોઈ પાસે સમય જ નથી .

અને આજ બધા કારણ છે કે મારા દેશમાં આટલી સરસ વિદ્યા , ધર્મ અને સંસ્કાર હોવા છતાં પણ મારા દેશના યુવાનો વિદેશના સફળ, શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ જીવન તરફ પ્રેરિત અને આકર્ષિત થાય છે, અને તેઓ પોતાને અહીંના પર્યાવરણ અને સંસ્કૃતિ સાથે અનુકૂલિત કરે છે.

A big round of applause to the Gujarati settlers who have made their way down today and continuing their legacy.

હા હું અહીંયા જયારે કોઈ ગુજરાતી ને જોવ છું તો એને 'Hello' ની જગ્યા એ ' kem cho ' કહું છું ત્યારે મને એક મીઠી smile સાથે વળતો જવાબ મળે છે 'majama'.

પણ મને યાદ આવે છે મારા આંગણે ચણવા આવતા કબૂતર , મારા ઘરના મંદિર નો એ ઘંટ , તુલસી નો ક્યારો ને નર્મદા ના નીર.

Blog by : Dhruta Raval




Next Story