Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ઊંઝા APMCના નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.600 કરોડની કરચોરી

ઉંઝા APMC માર્કેટ નકલી લાયસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે.

અમદાવાદ: ઊંઝા APMCના નકલી લાયસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.600 કરોડની કરચોરી
X

ઉંઝા એપીએમસી માર્કેટ નકલી લાયસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્ઝેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતું. જો કે ખાતેદારોને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું હતું.શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.આર.વાઘેલા એ આ અંગે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. જેમાં જણાવ્યા અનુસાર, ઋતુલ પટેલ ધારકના ફોઈનો દીકરો થાય છે.

ઋતુલ ધારકને એવી ઓફર આવી હતી કે, અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટ નું લાઈસન્સ કઢાવી જીરું, વરિયાળી તેમજ અન્ય અનાજ ખરીદ-વેચાણ ધંધો કરવા માંગીએ છીએ. જેના 1 કરોડના ટ્રાન્ઝેક્શન કમિશન પેટે તમને 10 હજાર મળશે.જેથી ધારકે ઋતુલને તેના ડોકયુમેન્ટસ આપ્યા હતા. જેના આધારે આરોપીઓ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટમાં ખોટુ લાઈસન્સ કઢાવી ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જો કે ધારકોના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા હોવાથી તેને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. જેથી આ અંગે ખુદ ધારકે જ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે, ઋતુલ પટેલ, ઉદય મહેતા તેમજ અન્ય લોકો ભેગા મળીને ધારકના ડોક્યુમેન્ટસ નો દુરુપયોગ કરીને તેના નામ ઉપર ઉંઝા એપીએમસી માર્કેટનું નકલી લાયસન્સ કઢાવ્યુ હતું. જેના આધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા.જેની પોલીસે તપાસ કરતા ઋતુલ અને ઉદયએ ધારકની જેમ જ યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખના નામે પણ ખોટા લાઈસન્સ કઢાવી તેમના કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેમાં ઉદય અને ઋતુ લે 500 થી 600 કરોડના ટ્રાન્ઝેક્શન કરીને ઈન્કમટેક્સની ચોરી કરી હતી. જેથી ઘાટલોડિયા પોલીસે ધારકની અરજીની તપાસ કરતા આ કૌભાંડમાં ધારકે પણ કમિશનની લાલચમાં આવીને લાયસન્સ - બેંક એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે 6 એ આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

Next Story