Connect Gujarat
ગુજરાત

ખેડા : 2 વર્ષના અંતરાલ બાદ મહેમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો.

ખેડા : 2 વર્ષના અંતરાલ બાદ મહેમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, ભક્તોમાં અનેરો ઉત્સાહ
X

ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિર ખાતેથી રથયાત્રાને કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રીએ રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ વેળાએ તેમની સાથે સાધુ, સંતો, મહંતો પણ જોડાયા હતા.

'મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે'," હાથી, ઘોડા, પાલકી, 'જય કનૈયા લાલ કી" ના ભક્તોના નાદ વચ્ચે ભગવાન જગન્નાથ, ભ્રાતા બળદેવજી અને બહેન સુભદ્રાજી સાથે નગરની ૧૨ કિ.મી.ની પરંપરાગત નગરચર્યાએ મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરેથી નીકળ્યાં હતાં. શહેરનાં ભાવિકભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો હતો. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, વર્ષમાં એકવાર ભગવાન સામેથી નગરજનોના ક્ષેમકુશળ પૂછવાં સામેથી લોકો વચ્ચે જાય છે. ભારતીય સંસ્કૃતિ એકમાત્ર એવી સંસ્કૃતિ છે જેમાં ભગવાનને પરિવારના સદસ્ય માને છે અને પોતાના ભાઇભાંડુ સાથે લોકોના સામેથી ખબરઅંતર પૂછવાં જાય છે. ભગવાન મામાના ઘરે જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. આવું વિશ્વમાં માત્ર ભારતીય સંસ્કૃતિમાં જોવાં મળે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા બે વર્ષના કોરોનાના કપરા સમય બાદ ધૂમધામથી નીકળી રહી છે, ત્યારે ખેડા જિલ્લાના નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહેમદાવાદમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યો છે. રથયાત્રાથી આપણી ધર્મભાવના દ્વારા અનોખી શ્રધ્ધાના દર્શન થાય છે. આ શ્રધ્ધાથી આપણી સુષુપ્ત ચેતનાઓ જાગૃત થાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ નિમિત્તે ભગવાન સૌને સુખ અને સમૃદ્ધિ આપે તેવી મંત્રી સહિતના મહાનુભાવોએ વિશેષ પ્રાર્થના કરી હતી.

Next Story