Connect Gujarat
બ્લોગ

જુલાઈમાં રાજ્યને મળશે નવા પોલીસ વડા ,આ નામ છે ચર્ચામાં

ગુજરાતના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયા 31 જુલાઈએ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમનો 2 મહિના કાર્યકાળ લંબાવાયો હતો

જુલાઈમાં રાજ્યને મળશે નવા પોલીસ વડા ,આ નામ છે ચર્ચામાં
X

ગુજરાતના પોલીસ વડા (DGP) આશિષ ભાટિયા 31 જુલાઈએ નિવૃત્ત થઇ રહ્યા છે. તેમનો 2 મહિના કાર્યકાળ લંબાવાયો હતો જે હવે જુલાઇમાં પૂર્ણ થશે. ત્યારે રાજ્યના નવા DGP મળશે.

31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડા પદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂક કરાઈ હતી.ત્યારે હવે 31 જુલાઈ 2022 ના રોજ DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓ નિવૃત્ત થઇ રહ્યા છે. તેની જગ્યાએ હવે નવા પોલીસ વડાની નિમણૂંક કરવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે. નવા ડીજીપી માટે પેનલ નામ મોકલવાની તૈયારી થઇ રહી છે. જેમાં ટોપ પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નું નામ છે. 1987ના બેચના સંજય શ્રીવાસ્તવ DGP બનાવવાની પૂર્ણ શક્યતા છે.અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ DGP બને તો તેમની જગ્યાએ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ત્રણ અધિકારીના નામ ચર્ચામાં છે.

જેમાં અતુલ કરવાલ, વિકાસ સહાય અને અજય તોમરનું નામ ચર્ચામાં છે. ત્રણમાંથી કોઈ એકને પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે, જેમાં વિકાસ સહાય નું નામ મોખરે છે. અજય તોમર અમદાવાદ પોલીસ કમિશનર બનાવવામાં આવે તો તેમને ડીજી રેન્ક નું પ્રમોશન આપવું પડશે.રાજકોટ પોલીસ કમિશનરની પોસ્ટ છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ દ્વારા ચાલી રહી છે, જેને ચૂંટણી પહેલા કાયમી કરવામાં આવશે. જેને લઇને રાજકોટ પોલીસ કમિશનર પદ પર રાજુ ભાર્ગવ નું નામ નક્કી માનવામાં આવે છે. તો સુરત પોલીસ કમિશનર તરીકે નરસિમ્હા કોમાર અને રાજકુમાર પાંડિયન ના નામ ચર્ચામાં છે

Next Story