Connect Gujarat
Featured

બૉલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેરના ઘરે પહોંચ્યો કોરોના

બૉલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેરના ઘરે પહોંચ્યો કોરોના
X

બોલીવુડના જાણીતા એક્ટર અને ચરિત્ર અભિનેતા અનુપમ ખેરના માતા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે જ અનુપમ ખેરના માતાની સાથે તેમના ભાઈ સહીત કુલ ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

એક્ટર અનુપમ ખેરે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી હતી.કે તેમના માતા દુલારી કોરોના પોઝિટિવ આવ્યા છે. ઘણીબધી તકેદારી રાખવા છતાં તેમના ભાઈ, ભાભી અને ભત્રીજી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનો પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. BMC ને પણ જાણ કરી દેવામાં આવી છે.

અનુપમ અને તેમના ભાઈનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો પરંતુ, ભાઈ રાજુનો ટેસ્ટ માઈલ્ડ કોવિડ-19 આવ્યો ત્યારબાદ, રાજુ ખેરના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો, જેમાં રાજુના પત્ની અને તેમની દીકરી વૃંદા પણ માઈલ્ડ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જયારે ભત્રીજો કોરોના નેગેટિવ આવ્યો હતો.

Next Story