Connect Gujarat
Featured

બોલિવૂડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન

બોલિવૂડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન
X

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક સતત ખરાબ સમાચારો સાંભળવા મળી રહ્યા છે. ફરી એક બોલીવુડમાં જાણીતી અભિનેત્રી રાણી મુખર્જીની ફિલ્મ 'મહેંદી'માં કામ કરનાર સ્ટાર ફરાઝ ખાનનું નિધન થયું છે. ફરાઝ લાંબા સમયથી ગંભીર રીતે બીમાર હતા.'મેહંદી', 'ફરેબ' જેવી ફિલ્મમાં કામ કરી ચૂકેલા એક્ટર ફરાઝ ખાનનું નિધન થયું છે. 46 વર્ષીય સ્ટાર બેંગલુરુની હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી રહ્યા હતા. તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમના મૃત્યુના સમાચાર પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા પર આપ્યા છે.

https://twitter.com/PoojaB1972/status/1323849286044409858

ફરાઝ ખાન 46 વર્ષની વયે અવસાન પામ્યા હતા. ફરાઝના મૃત્યુના સમાચારથી તેમના પરિવાર, ચાહકો અને ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અભિનેતાનું મૃત્યુ એ ઉદ્યોગ માટે મોટો આંચકો છે. અભિનેત્રી પૂજા ભટ્ટ ફરાઝના નિધનથી દુખી છે. પૂજાએ અભિનેતાના મોતની માહિતી ચાહકો સાથે શેર કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું કે, 'હું આ સમાચાર ભારે હૃદયથી શેર કરું છું કે ફરાઝ ખાને હવે આપણને બધા છોડી દીધા છે. આ માનવું મુશ્કેલ છે. જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર પડી ત્યારે તેમની સહાય અને પ્રાર્થના માટે તમારો આભાર. કૃપા કરીને તમારા પરિવારને તમારા વિચારો અને પ્રાર્થનામાં રાખો. તેણે એક રદબાતલ છોડી દીધી છે જેને ભરવાનું મુશ્કેલ બનશે.

https://twitter.com/PoojaB1972/status/1316271945365643264

ફરાઝ ખાનની હાલત ખૂબ ગંભીર હોવાને કારણે બેંગાલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સ્નાયુ વિકાર ને કારણે વેન્ટિલેટર પર બેસાડવામાં આવ્યો હતો. અંતિમ ક્ષણે, ફરાઝ પાસે ઇઝાલ માટે પૈસા નહોતા. પૂજા ભટ્ટે પણ તે સમયે ટ્વીટ કરીને લોકોને મદદની વિનંતી કરી હતી. પૂજાએ ભંડોળ ભેગું કર્યું છે અને અભિનેતાને મદદ કરવા ચાહકોને વિનંતી કરી છે.

Next Story